dhabkars-st-new

ધબકાર

ધબકાર’ દક્ષિણ ગુજરાતનું સૌથી વિશ્વસનીય ગુજરાતી દૈનિક વર્તમાનપત્ર છે. વર્ષ ૧૯૯૮થી સુરતથી પ્રસિદ્ધ થતું ધબકાર દક્ષિણ ગુજરાતના ૬ જિલ્લા સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લામાં બહોળો વાચક વર્ગ ધરાવે છે. રાજ્ય સરકારના માહિતી ખાતા અને કેન્દ્ર સરકારના ડીઍવીપી પર માન્ય ‘ધબકાર’ની વિશેષતા ઍમાં આવતા સમાચારોની વિશ્વસનીયતા અને તટસ્થતા રહી છે.

પ્રકાશન સંસ્થા

ધબકારનું પ્રકાશન ધબકાર પબ્લિકેશન દ્વારા થાય છે. જેના ત્રણ ભાગીદાર પ્રકાશક રાજેન્દ્ર બાંભરોલિયા કે જેઓ વર્ષોથી ઍડવર્ટાઇઝમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તે સુરતની પ્રતિષ્ઠિત વરાછા કો. ઓ- બેન્કના ડિરેક્ટર છે.

મૃદ્રક સુરેશભાઇ મનાણી સુરત શહેરના જાણીતા બિલ્ડર છે. તેઅ પણ ઘણી બધી સામાજિક સેવા સંસ્થાઅો સાથે જાડાયેલા છે.

નરેશ વરિયા તંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ધબકારના તંત્રી વિશે

નરેશ વરિયા વર્ષ ૨૦૦૬થી ‘ધબકાર’ના તંત્રી અને ભાગીદાર તરીકે કાર્યરત છે. પત્રકારત્વ ક્ષેત્રે ૨૮ વર્ષનો લાંબો અનુભવ ધરાવતા નરેશ વરિયા રાજ્યશાસ્ત્રમાં ગોલ્ડમેડાલિસ્ટની પદવી ધરાવે  છે. ગુજરાતની વિવિધ પ્રાદેશિક ટી. વી. ચેનલોમાં રાજકીય વિશ્લેષક તરીકે સહભાગી થતા નરેશ વરિયા ઍમના સ્પષ્ટ વિચારો માટે જાણીતા છે. નરેશ વરિયા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં પ્રોફ્સર ઓફ પ્રેકટિશ તરીકે નિયુક્ત થયેલા છે.

અન્ય માહિતી

ધબકાર ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની વિશેષ જગ્યા બનાવી રહ્નાં છે. વેબસાઇટ પર ઇ-પેપર ઉપલબ્ધ છે સાથે વ્હોટ્સઍપïના ૧૪૭ જેટલા પર્સનલ ગૃપ ધરાવે છે. ફેસબૂક પેજ અને ઇન્સ્ટાગ્રામ પર ૨૦ હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતું ‘ધબકાર’ દક્ષિણ ગુજરાતનું સ્થાનિક હોય ઍવું ઍક માત્ર દૈનિકપત્ર છે.