સ્વાગત

(ધબકાર સમાચાર): ધબકાર પરિવાર–>ધબકારના મુંબઈમાં શબ્દમય અને સૂરીલા શ્વાસ –>ધબકાર ફોટોગ્રાફ.–>પરિચય પત્ર –>શું તમે ધબકાર સાથે પરફોર્મ કરવા માંગો છો?

~~~~~~~~~અભિવ્યકિત (અંક ૦૨) મે ૨૦૦૮~~~~~~~~~

3.jpg

શું આપ શોખથી લખો છો ?

શું આપ શોખથી ગાઓ છો ?

શું આપ સંગીત-સાહિત્યમાં રુચિ ધરાવો છો ?

તો ધબકાર આપને માટે જ છે.

ધબકાર શું છે?

ધબકાર એ સંગીત અને સાહિત્યમાં રુચિ ધરાવતાં સભ્યોનું એક ગૃપ છે. ધબકારનો મુખ્ય ઉદ્દેશ નવા કવિઓ, લેખકો, ગાયકો અને સંગીતકારોને એક પ્લેટફૉર્મ પૂરું પાડવાનો છે. અમદાવાદમાં શરૂ થયેલી ધબકારની પ્રવૃત્તિઓ અત્યારે વિસ્તરીને વડોદરા, સુરત, મુંબઇ, યુ.કે., યુ.એસ.એ, ઑસ્ટ્રેલિયા સુધી પહોંચી ગઈ છે. ધબકારના સંગીત અને કાવ્યપઠનના કાર્યક્રમો અત્યારે અમદાવાદ પૂરતાં મર્યાદિત છે, જે ટૂંક સમયમાં બીજા શહેરોમાં પણ યોજવામાં આવશે. વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ, ડૉક્ટર, વ્યવસાયિકો, ગૃહિણીઓ, શિક્ષકો વગેરે અત્યારે ધબકારના સભ્ય તરીકે કાર્યરત છે. ધબકાર એ કોઈ પણ પ્રકારના નફાના ઉદ્દેશ વગર ચાલતું ગૃપ છે. આપ સૌને ધબકારમાં જોડાવા હાર્દિક આમંત્રણ છે. જો આપ સાથે ચાલવા માગતાં હો તો આપની વિશેષતાઓની માહિતી સાથે સંપર્ક કરો:

Shailya Shah: 9825317210

Kankshit Munshi : 9879542505